----------| Home | History | Photo Gallery | Schedule | Contact |----------
 

read page in... ગુજરાતી, हिन्दी

પવિત્ર તિર્થ સ્થળ ની યાત્રાના સંબંધમાં ધણી બધી કથા પ્રચલીત છે. જેમાંથી ઍક છે મહાન પુલત્સ્ય ઋષી,દરેક ર્વષે બાબા અમરનાથના દશઁન કરવા કાશમીરધાટી જતા. અતિ વૃધ્ધ થઇ જવાના કારણે જયારે તે બાબા અમરનાથના દર્શને   જય શકીયા, તો બરફ સ્વરૂપ બાબા અમરનાથ સ્વયં પ્રગટ થઇ ને તેની ઝુપડીમાં(રાજપુરા મઠી) પુલસ્તી નદીના કિનારે દર્શન દીધા હતા. સમય થતા સુંદર લોરન ધાટી ની મહારાણી ની કથા પણ આમા જોડાય ગઇ છે.બનાવ એવો બન્યો કે મહારાણી ચંદ્રીકા ભગવાનની મહાન ભકત હતી પરંતું કાશમીર માં હીમ માથી સ્વનીરમાણ શિવલીંગ ના દર્શન કરવા વર્ષ જાતી હતી. એકવાર જ્યારે કાશમીર માં પરિસ્થીતી બરાબર હતી અને યાત્રાનો સમય નજીક આવતો હતો, મહારાણી વિચર આવીયો કે આવી ભયાનક પરિસ્થીતી હોવાથી તેની અમરનાથ યાત્રા કરવી શકય ન હતી, તે વિચાર માં અને ઉદાસ રહેવા લાગી. મહારાણી ચંદ્રીકા એ અમર-વ્રત રાખ્યું અને તેજ ધડીએ તે ભગવાન અમરનાથ નું નામ જપવા લાગી. તપસ્થા માં લીન મહારાણી ચંદ્રીકા ને  એક વૃધ્ધ સાધુ એ તેના હાથ માં એક પવિત્ર લાકડી હતી તેને દર્શન આપીયા અને કહ્યુ તમને અમરનાથ મહાદેવના દર્શન કરાવીસ તેઓ એ મહારાણી ને બતાવ્યુ કે લોરન થી અઢી કોસ નીચે, પુલસ્તી નદીના કિનારા પર શ્રીઅમરનાથ મહાદેવ ના પવિત્ર અને દીવ્ય દર્શન કરી શકાય છે. મહારાણી એ વૃધ્ધ સાધુની આગેવાની થી તેઓના સાથી ઓને લઇને તે સ્થળ પર પોહચી અને સાધુના બતાવીયા પ્રમાણે એક સ્થળ પર શ્રીઅમરનાથ મહાદેવની પૂજા કરવા તલીન થઇ ને બેસી ગય જેમકે મહારાણી સમાધીમાં બેસી ગઇ, કહવાય છે કે એ વૃધ્ધ સ્વેતવર્ણી સાધુ જયા ઉભા હતા ત્યાંજ ધરતીમાં સમાય ગયા બહુ સોધીયા પર કયાય મળયા નહી બધાને વિસ્વાસ થઇ ગયોકે કોઇ બીજુ નહી સ્વયં ભગવાન મહાદેવ હતા. ભગવાન શંકરને પ્રગટ થઇ સ્વયં દર્શન દીધા છે. જયાં સાધુ અલોપ થયા તે સ્થાન ઉપર સફાઇ અને ખોદાઇ નું કામ કરતા સ્વેત મરમરી શિવલીંગ સ્વરૂપ ચટાન પ્રગટ થઇ ત્યાર થી આ પવિત્ર સ્થાન બુઢા અમરનાથ બાબા ચટ્ટા ના નામ થી પ્રખ્યાત છે.
 
શ્રી બુઢા અમરનાથ મહાદેવ નું મંદીર આ ક્ષેત્રના રહેવાસી માટે ખુબજ પવિત્ર સ્થાન છે.અહીના વસતા લોકો દરેક નવા પાક તૈયાર થતા પહેલા થોડુ અનાજ મહાદેવને ધરે છે. કહેવાય છે કે ડોંગરોના શાસનકાળ માં સ્વાર્થ તત્વોએ સ્થળ ને નુકસાન પહોચાડવાના પ્રયત્ન કરેલ, તેના કારણે આ વીસ્તારમાં મહામારી થઇ પડી હતી અને બાકી બચેલા લોકો એ મહાદેવની પુજા કરવા લાગ્યા ત્યારે તેમન શાંતી મડી હતી. ૧૯૬૫ માં જયારે ભારત અને પાકીસ્તાન ની વચ્ચે યુધ્ધ થઇ રહયુ હતુ ત્યારે પણ પાકિસ્તાન સેના ને કબ્જો કરીને આ શીવલીંગ ને તોડવાની કોશીષ કરી હતી એમા પણ તે સફળ ન થઇ શકયા અને શીવજીની કૃપાથી વિજયશ્રી ભારતીય સેના થઇ.
 
શ્રી બુઢા અમરનાથ મંદીર માં રહેલી શીવલીંગ સ્વેત ચમકદાર (સ્ફટીક) પથ્થર ની છે જે બરફની જેમ જ ચમકે છે. આ ચટ્ટાન રૂપી શીવલીંગ પુલસ્તી નદી થી ૨૦૦ ફુટ ઉપર છે. સ્વેત બરફ રૂપી શીવલીંગ ને છોડીને કોઇ પણ જગ્યા એ સ્વેત પથ્થર મળતા નથી. મંદીરની અંદર જાવાથી ખુબજ શાંતી મળે છે. બાબા અમરનાથ દર્શન કરવાવાળા દર્શનાર્થી ઓની બધી મનોકામના પુરી કરે છે. પદ યાત્રાની માન્યતા તો શ્રાવણ માહમાં છે પરંતું બાબા બુઢા અમરનાથ ના દર્શન આપણે કોઇપણ સમયે કરી શકાય છે.
 
 
 
 
 
 
 
 
 
 
 

2011 - 2017 Chattani Baba Buddha Amarnath. Rajkot. Gujarat. India.